• info@harshadflour.com
  • Opp. Avani Plaza,Nr.,Post Office & Hari Om Society, Kathwada Rd, Naroda, Ahmedabad
  • 24*7 Order Now

Chorafali Flour

Project Image

Chorafali Flour

દરેક ગૃહિણીની પસંદ શુભ પ્રસંગે દરેક પ્રકારની વાનગી બનાવવા માટે ઘંટી માં Low Pressure થી દળેલા Healthy શુદ્ધ અને સાત્વિક લોટ મળશે.

Ingredients: Split Chola dal, Urad dal, Chana dal 

MRP : 160/- Per KG

Specially for making Chorafali

Lentil crispies (chorafali) Chorafali is a traditional Diwali festival snack. Originating from the Indian state of Gujarat, chorafali is highly anticipated on the Diwali table, since it's usually made once a year. Chorafali are light and fluffy snacks that melt in your mouth

બનાવવાની રીત:

  1. step-1

    એક નાની કડાઈમાં એક ચપટી મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ ૧/૪ કપ પાણી સાથે નવશેકું અથવા ૧-૨ મિનિટ થાય ત્યાં સુધી ઉકાળો.

  2. step-2

    એક મોટા બાઉલમાં  આ લોટ અને બેકિંગ સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.

  3. step-3

    તેમાં થોડું થોડું નવશેકું ​​પાણી નાખો અને બરાબર મિક્ષ કરી લો.

  4. step-4

    ખૂબ કઠણ લોટ બાંધો. તેને મલમલનાં કાપડથી ઢાંકો અને ૧૦ મિનિટ માટે એક બાજુ રાખો.

  5. step-5

    લોટ ને નાના ટુકડાઓ માં ભાગ પાડો. લાકડાના પાટલો અથવા સ્વચ્છ સપાટ સપાટી ઉપર તેલ લગાવો અને તેના ઉપર એક ટુકડો મૂકો. થોડા તેલના ટીપાં નાખો અને ખાંડણી દસ્તાથી મસળો(ખાંડો); તેને ફોલ્ડ(વાળો) કરો, થોડા તેલના ટીપાં નાખો અને ફરીવાર તેને મસળો. તમે થોડો લોટ જાડી જીપલોક બેગ (અથવા ખાંડણી માં) મૂકી શકો છો અને પછી તેને દસ્તાથી મસળો(ફોટા માં બતાવ્યા પ્રમાણે). જ્યાં સુધી તે નરમ અને તેનો હલ્કો(આછો) રંગ ના થાય ત્યાં સુધી પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

  6. step-6

    તમે ફોટામાં જોઈ શકો છો, લોટ ની સપાટી નરમ લાગે છે અને તેનો રંગ આછો છે. બધા લોટના ટુકડા માટે ઉપર ની પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. લોટના બધા ટુકડાને એક જ બાઉલમાં મૂકો અને સુકાવાથી બચાવવા માટે કાપડ અથવા પ્લેટથી ઢાંકી દો.

  7. step-7

    લોટનો એક નાનો લીંબુ કદનો ટુકડો(લુવો) લો અને તેને ગોળ આકાર આપો. તેને પર થોડું તેલ લગાવી, પાટલા ઉપર મૂકો અને તેને સપાટ કરવા માટે થોડું દબાવો.

  8. step-8

    તેને ખૂબ પાતળા ગોળાકાર માં વણો (ફૂલકા રોટી કરતા પાતળૂ). વણવા માટે કોરા લોટનો ઉપયોગ કરશો નહીં, લોટ ના લુવા ને વણવા માટે તેના ઉપર તેલ લગાવો. વણેલ પાતળું ગોળાકાર અર્ધ પારદર્શક દેખાવું જોઈએ. તેને પ્લેટમાં મૂકો અને પ્લેટ અથવા મલમલના કાપડથી ઢાંકી દો. બાકીના બધા લોટ ના ટુકડા માટે પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.

  9. step-9

    એક વણેલું ગોળાકાર લો, છરીનો ઉપયોગ કરીને મલ્ટીપલ ૨-ઇંચની પહોળી પટ્ટીઓ બનાવો અને પછી વચ્ચેથી બધી પટ્ટીઓ કાપો.

  10. step-10

    તળવા માટે મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. જ્યાં સુધી તળવા માટે તેલ તૈયાર થાય, ત્યાં સુધી એક નાના બાઉલમાં સંચળ, લાલ મરચું પાવડર અને આમચૂર પાઉડરને મિક્ષ કરો.

  11. step-11

    જ્યારે તેલ મધ્યમ ગરમ થાય, તેમાં ૨-૩ પટ્ટી નાખો અને આછી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેલમાં નાખ્યા પછી તેને ફૂલવામાં થોડીક સેકંડ લાગશે. જારાનો ઉપયોગ કરીને તેને બહાર કાઢો અને વધારાનું તેલ નીતારી લો. તેને પ્લેટમાં મૂકો અને તેના ઉપર મિશ્ર કરેલ મસાલો (સ્ટેપ -૧૦ માં તૈયાર કરેલો) છાંટો. હવે ક્રિસ્પી ચોરાફળી પીરસવા માટે તૈયાર છે. તમે તેને હવાચુસ્ત ડબ્બા માં સ્ટોર કરી શકો છો, તે ૮-૧૦ દિવસ સુધી સારી રહે છે.

ટીપ્સ અને વિવિધતા:

  • ચોરાફળી ફૂલેલી બનાવવા માટે, લોટ ખૂબ જ કઠણ હોવો જોઈએ.
  • જો લોટને બરાબર મસળ્યો ન હોય, તો તળતી વખતે તે ફૂલશે નહી.
  • તેને ખૂબ ઊંચી આંચ પર તળશો નહીં, નહીતર તે તરત જ વધારે બ્રાઉન થઈ જશે (બળી જશે).

સ્વાદ: ક્રિસ્પી અને થોડી તીખી

પીરસવાની રીત: આ ક્રિસ્પી અને ક્રંચી નાસ્તાને દિવાળીની મીઠાઈ કાજુ કતરી, બેસન લાડુ, વગેરે સાથે અથવા સાંજે ચા સાથે નાસ્તાની જેમ પીરસો.

 

Available in :

250gm, 500gm, 1KG

                Nutrition Information Per 100g
Energy 364 Kcal                           
Total Fat 19.1 g
Total Carbohydrate 66.6 g
Sugar 1.6 g
Protein 12.5 g

NOTE :- Since 1970, The Harshad Family are Traditional atta manufacture Harshad Flour means the connection between food, health and life. We follow simple and authentic step manufacture atta in old traditional way.